Newskida Logo newskida
TM
News About Us Contact Us
દિન વિશેષ
Menu
  • News
  • Contact Us
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • NEWS SOURCES
  • સંદેશ
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત સમાચાર
  • ABP Asmita
  • Tv9 Gujarati
  • Nirbhay News
  • News Kida
  • Navajivan News
  • અબતક
    • fire-image Trending
    • દિન વિશેષ
    • News Sources
  • ચાલુ મહિનો આજે
    ઉમાશંકર જોશી જન્મજયંતી
    ઉમાશંકર જોશી જન્મજયંતી

    “વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી, માથે ધરું ધૂળ વસુંધરાની!” આ આહલેક જગાડનાર કવિ અને સાચા અર્થમાં ગુજરાતના સાહિત્ય વારસાને સમૃદ્ધ બનાવનાર ઉમાશંકર જોશી નો જન્મ 21 જુલાઈ, 1911 ના રોજ ગુજરાતના સાબરકાંઠા (હાલના અરવલ્લી) જિલ્લાના ભીલોડા તાલુકાના બામણા ગામે થયો હતો. તેમની માતાનું નામ નવલબેન અને પિતાનું નામ જેઠાલાલ હતું. તેઓએ ગુજરાતી સાહિત્યમાં કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, અનુવાદક, વિવેચક તરીકે કામ કરીને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. ઉમાશંકર જોશીને ઇડરમાં માધ્યમિક શિક્ષણ દરમિયાન પન્નાલાલ પટેલ ના સહાધ્યાયી તરીકે તેમજ અમદાવાદમાં કૉલેજકાળ દરમિયાન કાકાસાહેબ કાલેલકર ના અંતેવાસી તરીકે સાથે રહેવાનો અવસર મળ્યો હતો. કોલેજકાળ દરમિયાન તેઓ સત્યાગ્રહમાં પણ જોડાયા હતા. 1928 માં તેમણે લખેલું પ્રથમ સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ ની અંતિમ પંક્તિ  તેમના સમસ્ત જીવનનો જાણે સાર બતાવે છે:   સૌંદર્ય પી ઉઝરણ ગાશે પછી આપમેળે   કૉલેજના અભ્યાસ બાદ તેઓ મુંબઈની કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાયા. તેઓ યુનિવર્સિટીના કુલપતિ તરીકે બે વાર પસંદગી પામ્યા જે તેમની લોકપ્રિયતા દર્શાવે છે. ઉમાશંકર જોશીએ વિવિધ સાહિત્ય પ્રકારનું ખેડાણ કર્યું છે. તેમણે 'વિશ્વશાંતિ', 'ગંગોત્રી', 'નિશીથ', 'આતિથ્ય', 'વસંતવર્ષા' જેવા અનેક કાવ્યસંગ્રહો આપ્યા છે. તેમણે બાળસાહિત્યનું પણ સર્જન કર્યું છે. ગુજરાત રાજ્યને ઉદ્દેશીને લખાયેલું "મળતાં મળી ગઇ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે" આ કાવ્ય ખૂબ પ્રસિદ્ધ છે. તેમણે પદ્યનાટકોમાં 'પ્રાચીના' અને 'મહાપ્રસ્થાન' લખ્યાં છે. 'સાપના ભારા', 'શહીદ' જેવી મહત્ત્વની એકાંકીઓ લખેલી છે.તેમણે 'વાસુકી' અને 'શ્રવણ' ઉપનામથી કેટલીક વાર્તાઓ પણ આપી છે. 'શ્રાવણી મેળો', 'ત્રણ અડધું બે અને બીજી વાતો', 'અંતરાય', 'વિસામો' તેમના વાર્તાસંગ્રહો છે. તેઓ સારા વિવેચક પણ હતા. તેમની પાસેથી 'અખો - એક અધ્યયન', 'અભિરુચિ', 'કવિની સાધના', 'કવિની શ્રદ્ધા' વગેરે વિવેચન સંગ્રહ મળ્યા છે. તેમણે 'કાલિદાસ', 'શેક્સપિયર', 'પ્રેમાનંદ' તથા 'કવિતા વાંચવાની કળા' જેવી પરિચય પુસ્તિકાઓ પણ આપી છે. 'ગોષ્ઠિ', 'ઉઘાડી બારી', 'શિવસંકલ્પ' વગેરે તેમના નિબંધસંગ્રહ છે. તેમણે કરેલ પ્રવાસોના આધારે 'ઈશાન ભારત અને આંદામાનમાં ટહુક્યા મોર', 'યુરોપયાત્રા', 'ચીનમાં ચોપ્પન દિવસ' એ તેમનાં પ્રવાસ પુસ્તકો છે. તેઓ સારા અનુવાદક પણ હતા. તેમણે મહાકવિ કાલિદાસના 'અભિજ્ઞાનશાકુન્તલમ્' અને ભવભૂતિના 'ઉત્તર રામચરિતમ્' ના ઉત્તમ અનુવાદ કર્યા હતા. આમ ગુજરાતી સાહિત્યનાં લગભગ બધાં જ પાસાં તેમની પ્રતિભાનો સ્પર્શ પામ્યાં છે. તેઓ ગાંધીયુગના શ્રેષ્ઠ સાહિત્યકાર હતા. તેમને અનેક પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે: 'ગંગોત્રી' માટે શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો. 'નિશીથ' માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો. 'પ્રાચીના' માટે મહિડા પારિતોષિક અને નર્મદ સુવર્ણચંદ્રક મળ્યો હતો. 'કવિની શ્રદ્ધા' માટે સાહિત્ય અકાદમી અને દિલ્હીનો પુરસ્કાર મળ્યો હતો. મરાઠી સાહિત્ય સંઘ સુવર્ણપદક અને સોવિયેત લેન્ડ નહેરુ એવોર્ડ મળ્યો હતો 1981 માં વિશ્વગુર્જરીનો એવોર્ડ પણ મળ્યો હતો. તેઓ 1970 થી 1976 સુધી રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભાના નિયુક્ત સભ્ય હતા. 19 ડિસેમ્બર, 1988 ના રોજ તેમનું અવસાન થયું હતું.

    20th July

    Read more
    ઉમાશંકર જોશી જન્મજયંતી
    20th July
    “વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી, માથે ધરું ધૂળ વસુંધરાની!” આ આહલેક જગાડનાર કવિ અને સાચા અર્થમાં ગુજરાતના સાહિત્ય વારસાને સમૃદ્ધ બનાવનાર ઉમાશંકર જોશી નો જન્મ 21 જુલાઈ, 1911 ના રોજ ગુજરાતના સાબરકાંઠા (હાલના અરવલ્લી) જિલ્લાના ભીલોડા તાલુકાના બામણા ગામે થયો હતો. તેમની માતાનું નામ નવલબેન અને પિતાનું નામ જેઠાલાલ હતું. તેઓએ ગુજરાતી સાહિત્યમાં કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, અનુવાદક, વિવેચક તરીકે કામ કરીને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે.
    ઉમાશંકર જોશીને ઇડરમાં માધ્યમિક શિક્ષણ દરમિયાન પન્નાલાલ પટેલ ના સહાધ્યાયી...
    Read more
    આંતરરાષ્ટ્રીય ચેસ દિન
    આંતરરાષ્ટ્રીય ચેસ દિન

    ચેસની રમત વધુ ને વધુ લોકપ્રિય બને અને તેમાંથી લોકો મનોરંજન મેળવી શકે એ માટે 20 જુલાઈ ના દિવસને આંતરરાષ્ટ્રીય ચેસ દિન તરીકે ઊજવવામાં આવે છે. 20 જુલાઈ, 1924 ના રોજ ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશનની સ્થાપના થઈ હતી. આથી યુનેસ્કો દ્વારા 20 જુલાઈને આંતરરાષ્ટ્રીય ચેસ દિન તરીકે ઊજવવાનું સૂચન કરવામાં આવેલ. ત્યાર બાદ 1966 માં 20 જુલાઈને પ્રથમવાર આંતરરાષ્ટ્રીય ચેસ દિન તરીકે ઊજવવાની શરૂઆત થઇ હતી. ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશનમાં મોટાભાગના દેશોનું પ્રતિનિધિત્વ છે. આ દિવસે વિશ્વભરમાં ચેસ સ્પર્ધાનું આયોજન થાય છે. 12 ડિસેમ્બર, 2019ના રોજ યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ સર્વાનુમતે આ દિવસને માન્યતા આપતો ઠરાવ મંજૂર કર્યો હતો. ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન દ્વારા આ દિવસની ઉજવણી કરવા માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. ભારતમાં ચેસને ચતુરંગ અને શતરંજ ના નામથી પણ ઓળખવામાં આવે છે. ભારતમાં પ્રાચીન સમયથી આ રમત રમાતી આવી છે. શરૂઆતમાં આ રમત રાજવીઓની રમત ગણાતી કારણ કે રમતના મોહરાઓમાં રાજા-રાણી, હાથી, ઘોડા અને સૈનિકોનો સમાવેશ થતો હતો. ચેસ એ બે ખેલાડીઓ વચ્ચે રમાતી બૌદ્ધિક રમત છે. આ રમત માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ સારી ગણવામાં આવે છે. તે સ્મરણશક્તિને સતેજ કરે છે. આ દિવસે વધુને વધુ બાળકો, વ્યક્તિઓ ચેસ રમીને મનોરંજન મેળવે તેવું આયોજન કરવામાં આવે છે. ચેસને તંદુરસ્ત મગજની રમતોની શ્રેણીમાં રાખવામાં આવી છે. ચેસ રમવાથી મગજની ક્ષમતા વધે છે. વિશ્વનાથન આનંદ એક ભારતીય ચેસ ગ્રાન્ડ માસ્ટર છે, જેઓ પાંચ વખત વિશ્વ ચેસ ચેમ્પિયન બન્યા હતા. વિશ્વનાથન આનંદે ચેસની રમતમાં સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. હાલમાં ચૅન્નઇના આર. પ્રજ્ઞાનંદ, તેમની બહેન વૈશાલી, ગુકેશ, વિદિત ગુજરાથી વિશ્વ સ્તરે યોજાતી ચેસની વિવિધ સ્પર્ધાઓમાં વિજય મેળવી ભારતનું નામ રોશન કરી રહ્યા છે.

    20th July

    Read more
    આંતરરાષ્ટ્રીય ચેસ દિન
    20th July
    ચેસની રમત વધુ ને વધુ લોકપ્રિય બને અને તેમાંથી લોકો મનોરંજન મેળવી શકે એ માટે 20 જુલાઈ ના દિવસને આંતરરાષ્ટ્રીય ચેસ દિન તરીકે ઊજવવામાં આવે છે.
    20 જુલાઈ, 1924 ના રોજ ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશનની સ્થાપના થઈ હતી. આથી યુનેસ્કો દ્વારા 20 જુલાઈને આંતરરાષ્ટ્રીય ચેસ દિન તરીકે ઊજવવાનું સૂચન કરવામાં આવેલ. ત્યાર બાદ 1966 માં 20 જુલાઈને પ્રથમવાર આંતરરાષ્ટ્રીય ચેસ દિન તરીકે ઊજવવાની શરૂઆત થઇ હતી. ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશનમાં મોટાભાગના દેશોનું પ્રતિનિધિત્વ છે. આ દિવસે વિશ્વભરમાં ચેસ સ્પર્ધાનું આયોજન થાય છે....
    Read more