અમરેલી: હનીટ્રેપના કારણે ખેડૂતે કરી આત્મહત્યા, યુવતી સહિત 5 સામે ફરિયાદ
અમરેલી: હનીટ્રેપના કારણે ખેડૂતે કરી આત્મહત્યા, યુવતી સહિત 5 સામે ફરિયાદ
Published on: 11th June, 2026

અમરેલીના સાવરકુંડલા તાલુકામાં ખેડૂતના આત્મહત્યા કેસમાં હનીટ્રેપનો ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃતક ખેડૂત, હિંમત સુહાગીયા, 'હિના' નામની મહિલાના સંપર્કમાં આવ્યા બાદ હનીટ્રેપનો શિકાર બન્યા હતા. પરિવારના આક્ષેપ મુજબ, મહિલા અને તેના સાગરિતોએ Rs 3,00,000 ની માંગણી કરી હતી અને સતત માનસિક ત્રાસ આપ્યો હતો. Rs 80,000 આપ્યા હોવા છતાં, ખેડૂતે અંતિમ પગલું ભર્યું. પોલીસે એક યુવતી સહિત 5 લોકો સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.