જૂનાગઢના જામવાડીના ખેડૂતોની રજૂઆત
જૂનાગઢના જામવાડીના ખેડૂતોની રજૂઆત
Published on: 06th August, 2026

માળીયા તાલુકાના જામવાડી ગામે ખેડૂતોએ પોતાની માલિકીની જમીન પર સ્વખર્ચે બનાવેલો પુલ તોડી પાડવા સામે કલેકટર કચેરી ખાતે રજૂઆત કરી છે. કાસમભાઇ દલ સહિત 29 ખેડૂતોએ જણાવ્યું કે, આ પુલ ખેડૂતોને તેમના ખેતરો સુધી પહોંચવા માટે અત્યંત જરૂરી છે. ગ્રામજનો દ્વારા આ પુલ તોડવા માટે અરજી કરવામાં આવી છે, જેના પગલે સ્થાનિક ધારાસભ્ય પણ આ મુદ્દે હસ્તક્ષેપ કરી રહ્યા છે. ખેડૂતોનો દાવો છે કે પુલથી કોઈને નુકસાન નથી અને જો તે તોડી પાડવામાં આવશે તો ખેતી કાર્યમાં ભારે મુશ્કેલી ઊભી થશે. તેમણે પુલ યથાવત રાખવાની માંગ કરી છે.