જામનગરમાં નશામાં કાકા-ભત્રીજી અને પિતા-પુત્ર વચ્ચે ધમાલ
જામનગરમાં નશામાં કાકા-ભત્રીજી અને પિતા-પુત્ર વચ્ચે ધમાલ
Published on: 10th August, 2026

જામનગર શહેરમાં દારૂના નશામાં પરિવારજનો સાથે ઝઘડો કરનાર કાકા અને પુત્ર એમ બે વ્યક્તિઓને પોલીસે ઝડપી લીધા છે. ગુલાબનગરમાં એક કાકાએ ભત્રીજી સહિત પરિવારજનો સાથે બોલાચાલી અને ગાળાગાળી કરતાં ભત્રીજીએ પોલીસને જાણ કરી હતી. જ્યારે પીપરફળી વિસ્તારમાં પુત્રએ નશાની હાલતમાં પિતા અને પત્નીને ગાળો આપી તોફાન મચાવતાં પિતાએ પોલીસને બોલાવી હતી. બંને કિસ્સામાં પોલીસે નશાની હાલતમાં ઝડપાયેલા શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.