ભરૂચના ખેતરમાં સરપંચ પતિ દ્વારા બિનજરૂરી નાળું બનતાં ખેડૂતોમાં ભારે રોષ
ભરૂચના ખેતરમાં સરપંચ પતિ દ્વારા બિનજરૂરી નાળું બનતાં ખેડૂતોમાં ભારે રોષ
Published on: 02nd June, 2026

સંજેલી તાલુકાના ચમારીયા ગામે ખેડૂતોની પરવાનગી વિના સરપંચ પતિ દ્વારા ખેતરમાં બિનજરૂરી નાળું બનાવી દેવાતાં રોષ ફેલાયો છે. સર્વે નંબર 361 અને 378 માં રહેણાંક મકાનો નથી અને પાણીની કોઈ સમસ્યા નથી, તેમ છતાં રાતોરાત ખાડો ખોદી પાઈપો ગોઠવી દેવાયા. ખેડૂતોએ તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી છે કે આ જગ્યાએ રસ્તા કે પાણીના અવરજવરની સુવિધા નથી અને ચોમાસામાં પણ પાણીનું વહેણ નથી. સરકારી નાણાનો દુરુપયોગ થયો હોવાનો આરોપ લગાવી સ્થળ મુલાકાત લઈ કાર્યવાહીની માંગ કરાઈ છે.