છોટાઉદેપુરના બોડેલીમાં રાત્રે 2 વાગ્યા બાદ 3.5 ઇંચ વરસાદ
છોટાઉદેપુરના બોડેલીમાં રાત્રે 2 વાગ્યા બાદ 3.5 ઇંચ વરસાદ
Published on: 08th July, 2026

છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ગત રાત્રે બે વાગ્યા બાદ ધોધમાર 3.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ વરસાદને કારણે જબુગામ, ટીંબી, ગડોથ, જીવનપુરા, ચાપરગોટા જેવા વિસ્તારોના ધરતીપુત્રો કેળ અને પપૈયાના વાવેતરમાં લાગી ગયા છે. શ્રીફળ વધેરી પૂજા-અર્ચના સાથે વાવણીની શરૂઆત થઈ છે. બોડેલી તાલુકાના તમામ ગામોમાં વાવેતર શરૂ થઈ ચૂક્યું છે અને ગામેગામ "ઉજાણી" પર્વની ઉજવણી પણ શરૂ થઈ ગઈ છે.