છોટાઉદેપુરના નસવાડીમાં આધુનિક ખેતી માટે કપાસ નિદર્શન કિટ
છોટાઉદેપુરના નસવાડીમાં આધુનિક ખેતી માટે કપાસ નિદર્શન કિટ
Published on: 03rd June, 2026

નસવાડી તાલુકાના 212 ગામોમાં કપાસનું વાવેતર કરતા ખેડૂતો માટે કૃષિ વિભાગ દ્વારા આધુનિક અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિના પ્રચાર-પ્રસાર, નવી ટેકનોલોજીની જાણકારી અને ઉત્પાદન-ગુણવત્તામાં વધારાના હેતુથી કપાસ નિદર્શન કિટ માટે ઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી શરૂ કરાઈ છે. લાભ લેવા ઇચ્છુક ખેડૂતોએ આધાર કાર્ડ, બેન્ક પાસબુક, મોબાઇલ નંબર અને લાગુ પડતો હોય તો જાતિનો દાખલો સમયમર્યાદામાં અપલોડ કરવા જણાવેલ છે. વધુ સહાય માટે તાલુકા પંચાયત કચેરી, ગ્રામ સેવક અથવા વિસ્તરણ અધિકારી (ખેતી)નો સંપર્ક કરવો.