ડભોઇમાં વાવાઝોડાનો પ્રકોપ: 100 એકર કેળાનો પાક જમીનદોસ્ત
ડભોઇમાં વાવાઝોડાનો પ્રકોપ: 100 એકર કેળાનો પાક જમીનદોસ્ત
Published on: 04th June, 2026

ડભોઇ તાલુકાના ઓરડી ગામ અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ સાથે આવેલા ભયાનક વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. અંદાજે 100 એકર જમીનમાં વાવેલો કેળાનો પાક સંપૂર્ણપણે નષ્ટ થતાં ખેડૂતોને રૂા.50 લાખથી વધુનું નુકસાન થયું છે. ખેડૂતો પાક વેચવાની તૈયારીમાં જ હતા, ત્યારે ભારે પવનને કારણે કેળાના ઝાડ તૂટી પડ્યા હતા. આ કુદરતી આફતે ખેડૂતોની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું છે, અને તેઓ સરકાર પાસે મદદની અપેક્ષા રાખી રહ્યા છે.