ખેડૂતોની મુશ્કેલીમાં વધારો: ટેકાના ભાવે ખરીદી ઘટાડી
ખેડૂતોની મુશ્કેલીમાં વધારો: ટેકાના ભાવે ખરીદી ઘટાડી
Published on: 14th June, 2026

ચોમાસાની શરૂઆત થતાં જ ખેડૂતોની સમસ્યા વધી રહી છે. સરકારે પેટ્રોલ પંપ પરથી જનરેટર માટે ડીઝલ લઈ જવા પર પ્રતિબંધ મૂકતાં ખેડૂતોમાં રોષ છે. વાવણીની તૈયારી કરતા ખેડૂતોને ખાતર મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. અનેક ગામોમાં કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ જરૂરિયાત કરતાં અડધું જ ખાતર મળી રહ્યું છે. ખેતરોમાં જનરેટર અને પંપ ચલાવવા માટે ડીઝલની પણ તાતી જરૂરિયાત છે.