ગુજરાતમાં ૨.૨૮ લાખ હેક્ટર ખેતીલાયક જમીન ઘટી!
ગુજરાતમાં ૨.૨૮ લાખ હેક્ટર ખેતીલાયક જમીન ઘટી!
Published on: 24th August, 2026

ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ અને શહેરીકરણના કારણે છેલ્લાં પાંચ વર્ષમાં અંદાજે 2.28 લાખ હેક્ટર ખેતીલાયક જમીનનો ઘટાડો થયો છે. આ કુલ કૃષિ ક્ષેત્રના 1.83 ટકા છે. બિયારણ, ખાતર અને મજૂરીના વધતા ખર્ચ સામે પાકના પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતો જમીન વેચી રહ્યા છે. સાબરકાંઠા, જામનગર અને વડોદરા જેવા જિલ્લાઓમાં જમીનનો ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં 71,786 હેક્ટર જમીન બિન-ખેતીમાં ફેરવાઈ છે. ઝડપી શહેરીકરણ અને હાઉસિંગ પ્રોજેક્ટ્સ મુખ્ય કારણો છે. આ સ્થિતિ ભવિષ્યમાં ખાદ્ય સુરક્ષા માટે ચિંતાનો વિષય બની શકે છે.