વીબી જી-રામ-જી યોજના: ગુજરાતમાં અન્ય રાજ્યો કરતાં ઓછું વેતન
વીબી જી-રામ-જી યોજના: ગુજરાતમાં અન્ય રાજ્યો કરતાં ઓછું વેતન
Published on: 23rd July, 2026

વીબી જી-રામ-જી યોજના (MGNREGA) હેઠળ ગુજરાતના મજૂરોને અન્ય રાજ્યોની સરખામણીમાં ઓછું વેતન મળી રહ્યું છે. ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં દૈનિક વેતનમાં રૂ. 66 સુધીનો વધારો કરાયો છે, જ્યારે ગુજરાતમાં માત્ર રૂ. 12 નો નજીવો વધારો થયો છે. આ મોંઘવારીના સમયમાં મજૂરોની ગરીબાઈની મજાક સમાન છે. એક વર્ષમાં ગુજરાતમાં લગભગ 2 લાખ મજૂરોએ રોજગારી ગુમાવી છે, જે યોજનાના નબળા અમલીકરણ અને સરકારી દાવાઓની પોકળતા દર્શાવે છે. સરકાર બ્રાન્ડિંગમાં આગળ છે પરંતુ ગરીબોને આર્થિક ન્યાય આપવામાં પાછળ રહી ગઈ છે.