પોરબંદરના બરડા પંથકમાં ખેડૂતો પાણી માટે વલખા
પોરબંદરના બરડા પંથકમાં ખેડૂતો પાણી માટે વલખા
Published on: 02nd September, 2026

પોરબંદરના બરડા વિસ્તારમાં આ વર્ષે ચોમાસામાં અલ્પવર્ષા થતાં ખેડૂતો સામે સિંચાઈનું ગંભીર સંકટ ઊભું થયું છે. માત્ર એકથી દોઢ ઇંચ વરસાદ પડતાં કુવા અને અન્ય જળસ્રોતો સુકાઈ ગયા છે. આગોતરું વાવેતર કરનારા ખેડૂતો હવે પાક બચાવવા માટે પાણીની શોધમાં છે. આ અંગે બગવદર ખાતે 8 થી 10 ગામના લગભગ 100 ખેડૂતો ભેગા મળી ધારાસભ્ય રામદેવભાઈ મોઢવાડિયાને સિંચાઈ માટે તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવા રજૂઆત કરી હતી. તેમણે આગોતરા વાવેતરને બચાવવા માટે પાણી નહીં મળે તો પાક સુકાઈ જવાની ભીતિ વ્યક્ત કરી હતી.