દેવભૂમિ દ્વારકાના ઓખામંડળ-કલ્યાણપુરમાં નર્મદા યોજનાનું સિંચાઈ પાણી મળશે
દેવભૂમિ દ્વારકાના ઓખામંડળ-કલ્યાણપુરમાં નર્મદા યોજનાનું સિંચાઈ પાણી મળશે
Published on: 10th August, 2026

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ અને કલ્યાણપુર તાલુકાના ખેડૂતો માટે સારા સમાચાર છે. વરસાદની અછતને કારણે ઊભી થયેલી સિંચાઈની જરૂરિયાતને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર સમક્ષ કરાયેલી રજૂઆત સફળ રહી છે. સ્થાનિક સાંસદ અને ધારાસભ્યના પ્રયાસોથી, નર્મદા યોજનાનું પાણી બંને તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે ઉપલબ્ધ કરાવવાનો માર્ગ મોકળો થયો છે. સાની ડેમ મારફતે પાણી ખેડૂતો સુધી પહોંચાડવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. આનાથી ખરીફ સિઝનના પાકને જરૂરી પિયત મળશે અને વરસાદના અભાવની અસર ઘટશે.