આદિવાસીઓના ધરણાના 16મા દિવસે સાંસદ વસાવાની આંદોલનકારીઓની મુલાકાતે
આદિવાસીઓના ધરણાના 16મા દિવસે સાંસદ વસાવાની આંદોલનકારીઓની મુલાકાતે
Published on: 24th August, 2026

નર્મદા જિલ્લાના સાગબારામાં જંગલ જમીન મુદ્દે આદિવાસીઓના 16 દિવસથી ચાલી રહેલા ધરણાં સ્થળે આજે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ મુલાકાત લીધી. તેમણે આંદોલનકારીઓને સમર્થન આપ્યું અને વન વિભાગ દ્વારા વિવાદાસ્પદ જમીન પર રોપા રોપવાની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી. સાંસદે જણાવ્યું કે, સ્થાનિકોમાં ભારે રોષ છે, પરંતુ તેમને સમજાવીને શાંત રાખવામાં આવ્યા છે. તેમણે DFO અને સબ DFO પર પણ આકરા પ્રહારો કર્યા. આંદોલન ગાંધીચીંધ્યા માર્ગે ચાલુ રાખવા તેમણે આહ્વાન કર્યું.