કરજણ તાલુકાના ધરતીપુત્રો સરકારની નવી મકાઈ ખરીદી નીતિથી નારાજ
કરજણ તાલુકાના ધરતીપુત્રો સરકારની નવી મકાઈ ખરીદી નીતિથી નારાજ
Published on: 04th June, 2026

કરજણ તાલુકામાં મકાઈ પકવતા ખેડૂતો સરકારની નવી જાહેરાતથી રોષે ભરાયા છે. અગાઉ હેક્ટર દીઠ 28 ક્વિન્ટલ મકાઈ ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત હતી, પરંતુ હવે એક ખાતા દીઠ માત્ર 15 ક્વિન્ટલ ખરીદાશે. ઓનલાઈન નોંધણી કરાવી ચૂકેલા ખેડૂતોને આ નિર્ણયથી મોટું આર્થિક નુકસાન ભોગવવું પડશે. ચોમાસાના આગમન પહેલાં મકાઈ વેચવાની મુશ્કેલી અને ખાનગી વેપારીઓના ઓછા ભાવનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે. સરકાર જૂની જાહેરાત પ્રમાણે જ ખરીદી કરે તેવી તેમની માંગ છે.