ડેઝી શાહે સલમાન ખાનની ફિલ્મ રિજેક્ટ કરી
ડેઝી શાહે સલમાન ખાનની ફિલ્મ રિજેક્ટ કરી
Published on: 25th August, 2026

બોલિવૂડમાં ઘણા અભિનેતાઓ સલમાન ખાન સાથે કામ કરવાનું સપનું જુએ છે, પરંતુ અભિનેત્રી ડેઝી શાહે એક સમયે 'ભાઈજાન'ની ઓફર ઠુકરાવી હતી. 2011માં ફિલ્મ 'બોડીગાર્ડ'માં કરીના કપૂરની મિત્રની ભૂમિકા માટે સલમાને ડેઝીનો સંપર્ક કર્યો હતો. તે સમયે ડેઝી અન્ય સાઉથના પ્રોજેક્ટમાં વ્યસ્ત હોવાથી આ ફિલ્મ માટે ના પાડી. ઓફર ઠુકરાવતા પહેલા ડેઝીએ એક અઠવાડિયા સુધી વિચાર કર્યો હતો, કારણ કે આ નિર્ણય લેવા માટે ઘણી હિંમતની જરૂર હતી. જ્યારે ડેઝીએ સલમાનને ના કહી, ત્યારે રૂમમાં લગભગ પાંચથી સાત મિનિટ સુધી સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ હતી, જે સલમાન ખાનને પણ આશ્ચર્યચકિત કરી ગઈ હતી.