ખુશી કપૂરને પર્સનાલિટી રાઈટ્સ કેસમાં દિલ્હી ઉચ્ચ અદાલત તરફથી રાહત મળી
ખુશી કપૂરને પર્સનાલિટી રાઈટ્સ કેસમાં દિલ્હી ઉચ્ચ અદાલત તરફથી રાહત મળી
Published on: 04th September, 2026

મનોરંજન જગતની સુંદરીઓના ચહેરા-દેહનો વ્યાપારી ધોરણે થતો દુરૂપયોગ વધતો ચાલ્યો છે. પોતાના ફોટાઓનો અનધિકૃત વ્યાપારિક ઉપયોગ અને વ્યક્તિત્વનો દુરૂપયોગ કરીને સોશિયલ મીડિયા પર અશ્લીલ કન્ટેન્ટ ફરતા કરવા સામે ખુશી કપૂરે દિલ્હી ઉચ્ચ અદાલતમાં અરજી કરી હતી. અદાલતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને વાંધાજનક કન્ટેન્ટ અને અનધિકૃત રીતે વપરાતા ફોટા તાત્કાલિક દૂર કરવા આદેશ આપ્યો છે. આ નિર્ણય સાર્વજનિક અને પ્રચાર અધિકારોના ઉલ્લંઘન સામે સુરક્ષા પૂરી પાડે છે.