રણવીર સિંહ અને આદિત્ય ચોપરાના રેકોર્ડબ્રેક વાર્તાલાપની ફળશ્રુતિ શું હશે?
રણવીર સિંહ અને આદિત્ય ચોપરાના રેકોર્ડબ્રેક વાર્તાલાપની ફળશ્રુતિ શું હશે?
Published on: 05th June, 2026

'ધુરંધર'થી પોતાની કરિઅરને મળેલા જબરદસ્ત વેગને કારણે આનંદવિભોર બનેલા રણવીરે પોતાની ખુશી પોતાના એક સમયના ગોડફાધર આદિ સાથે શેર કરવા એમને કોલ કર્યો. બોલિવુડ એક હાર્ડકોર પ્રોફેશનલ દુનિયા છે. અહીં બે પક્ષો વચ્ચે રિસામણાં, મનામણાં અને ઘરઘરણાં - બધું જ પરસ્પરના સ્વાર્થના આધારે આકાર લે છે. યશરાજ ફિલ્મ્સ (YRF)ના સર્વેસર્વા આદિત્ય ચોપરાએ હમણાં ઇન્ડસ્ટ્રીના નવા 'ધુરંધર' એક્ટર રણવીર સિંહ સાથે સેલફોન પર એકધારી ૩ કલાક વાત કરીને એની સાક્ષી પુરી છે. કોઈને આ વાત જલદીથી માન્યામાં આવે એવી નથી.