ગુજરાત ગેસ દ્વારા CNGના ભાવમાં 3.75 રૂપિયાનો વધારો
ગુજરાત ગેસ દ્વારા CNGના ભાવમાં 3.75 રૂપિયાનો વધારો
Published on: 18th August, 2026

અદાણી ગેસ બાદ ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં મોટો વધારો કર્યો છે. આ ભાવવધારો પ્રતિ કિલો 3.75 રૂપિયાનો છે, જે આજથી અમલમાં આવ્યો છે. નવા ભાવ 88.76 રૂપિયા પ્રતિ કિલો થયા છે, જ્યારે જૂનો ભાવ 85.01 રૂપિયા હતો. આ ભાવવધારાને કારણે CNG વાહનચાલકો, રિક્ષાચાલકો અને ટેક્સી ચાલકોના બજેટ પર નોંધપાત્ર અસર પડશે. વર્તમાન મોંઘવારીના સમયમાં ઈંધણના ભાવમાં થયેલો આ વધારો વાહનચાલકોમાં ભારે અસંતોષ પેદા કરી રહ્યો છે.