પેટ્રોલમાં ઈથેનોલ મિશ્રણ: સુપ્રીમ કોર્ટમાં સરકારની રજૂઆત, એક વર્ષમાં પરિણામો સ્પષ્ટ થશે
પેટ્રોલમાં ઈથેનોલ મિશ્રણ: સુપ્રીમ કોર્ટમાં સરકારની રજૂઆત, એક વર્ષમાં પરિણામો સ્પષ્ટ થશે
Published on: 30th June, 2026

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે E20 Petrol Ethanol Blending Programme એક પ્રાયોગિક ધોરણે ચાલી રહ્યો છે અને તેના વાસ્તવિક પરિણામો આગામી એક વર્ષમાં વધુ સ્પષ્ટ થશે. કર્ણાટક હાઈકોર્ટના એક આદેશને પડકારતી અરજી પર સુનાવણી દરમિયાન એટર્ની જનરલ આર. વેંકટરામણીએ આ રજૂઆત કરી. વાહનચાલકોની જૂના વાહનોના એન્જિનને નુકસાન અને માઈલેજ ઘટવાની ચિંતાઓ વચ્ચે સરકારે સ્પષ્ટ કર્યું છે કે E20 પેટ્રોલથી વાહનોને કોઈ યાંત્રિક નુકસાન થયું નથી. આ નીતિ દેશની ઉર્જા સુરક્ષા, પર્યાવરણ અને ખેડૂતોના આર્થિક હિત માટે ફાયદાકારક છે, જેનાથી વિદેશી હૂંડિયામણ પણ બચ્યું છે.