ભરૂચમાં પેટ્રોલ-ડીઝલના વેચાણમાં વિક્રમજનક વધારો
ભરૂચમાં પેટ્રોલ-ડીઝલના વેચાણમાં વિક્રમજનક વધારો
Published on: 24th June, 2026

અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે પેટ્રોલિયમ ઉત્પાદનોની અછતની અફવાઓ વચ્ચે ભરૂચ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે. જૂનના પ્રથમ 21 દિવસમાં 51.90 લાખ લિટર પેટ્રોલ અને 1.92 કરોડ લિટર ડીઝલનું વેચાણ નોંધાયું છે, જે ગત વર્ષની સરખામણીમાં અનુક્રમે 18.70% અને 12.80% વધારે છે. અછતની બીકે થયેલી 'પેનિક બાયિંગ'ને કારણે આ વિક્રમી વેચાણ થયું છે, જેની અંદાજિત કિંમત રૂ. 247 કરોડ થાય છે.