ભારતમાં E85 ફ્યુઅલ લોન્ચ
ભારતમાં E85 ફ્યુઅલ લોન્ચ
Published on: 06th June, 2026

E85માં લગભગ 85 ટકા ઈથેનોલ, 15 ટકા પેટ્રોલ - ફ્લેક્સ-ફ્યુલ ડિસેમ્બર 2026 સુધીમાં 500 અને ડિસેમ્બર 2027 સુધીમાં 5,000 પેટ્રોલ પંપ પર મળશે નવી દિલ્હી : વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે ભારતે ઉચ્ચ ઇથેનોલ મિશ્રણવાળું E85 ઇંધણ લોન્ચ કર્યું છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ નવી દિલ્હીમાં ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પર તેની શરૂઆત કરી હતી. E85 પેટ્રોલ સામાન્ય પેટ્રોલ કરતાં લગભગ રૂ. ૨૦ પ્રતિ લિટર સસ્તું રહેશે.