સોના-ચાંદીના ભાવ ઉછળ્યા જ્યારે ક્રૂડ તેલના ભાવ વધ્યા પછી પ્રત્યાઘાતી ઘટયા
સોના-ચાંદીના ભાવ ઉછળ્યા જ્યારે ક્રૂડ તેલના ભાવ વધ્યા પછી પ્રત્યાઘાતી ઘટયા
Published on: 23rd June, 2026

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તેજી આગળ વધી હતી. જો કે નવી માગ ધીમી હતી. વિશ્વ બજાર ઉંચકાતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવુ વધતાં દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં બજાર ભાવ આજે ઉંચા જતા જોવા મળ્યા હતા. દરમિયાન, ચીનમાં સોનાની ઈમ્પોર્ટ મે મહિનામાં વધી ૧૬૩ થતાં બે વર્ષનો રેકોર્ડ તૂટયાના સમાચાર હતા. ત્યાં પાંચ મહિનામાં આવી આયાત ૭૬ ટકા વદી ૬૯૨ ટન થઈ છે.