ભારતીય LPG આયાતમાં અખાતી દેશોનો હિસ્સો ઘટ્યો
ભારતીય LPG આયાતમાં અખાતી દેશોનો હિસ્સો ઘટ્યો
Published on: 09th August, 2026

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે ભારતના LPG સપ્લાયમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે. હોર્મુઝ ખાડીમાં અવરોધ સર્જાતા, અમેરિકા પાસેથી ભારતની LPG ખરીદી નોંધપાત્ર રીતે વધી છે. એક રિપોર્ટ મુજબ, છેલ્લા જાન્યુઆરીથી જુલાઈના ગાળામાં અમેરિકા પાસેથી ૩૬ લાખ ટન LPG આયાત થઈ છે, જ્યારે અખાતી દેશો પાસેથી આયાત ઘટીને ૫૩ લાખ ટન રહી છે. યુદ્ધ પહેલાં, ભારત પોતાની LPG જરૂરિયાતનો ૯૦% હિસ્સો UAE, સાઉદી અરેબિયા, કતાર અને કુવૈત જેવા દેશો પાસેથી મેળવતું હતું, પરંતુ હવે અમેરિકાનો હિસ્સો ૭૩% સુધી પહોંચી ગયો છે.