13 સપ્ટેમ્બર પછી નિષ્ક્રિય ઝીરો બેલેન્સ એકાઉન્ટ્સ બંધ
13 સપ્ટેમ્બર પછી નિષ્ક્રિય ઝીરો બેલેન્સ એકાઉન્ટ્સ બંધ
Published on: 19th August, 2026

પંજાબ નેશનલ બેંક (PNB) એ 13 સપ્ટેમ્બર પછી છેલ્લા 3 વર્ષથી વધુ સમયથી નિષ્ક્રિય પડેલા ઝીરો બેલેન્સ એકાઉન્ટ્સ બંધ કરવાની જાહેરાત કરી છે. જો તમારા બચત ખાતામાં 30 જૂન 2026 સુધી છેલ્લા 3 વર્ષમાં કોઈ પણ નાણાકીય કે બિન-નાણાકીય લેવડદેવડ થઈ નથી, તો તમારું એકાઉન્ટ બંધ થઈ શકે છે. આ નિર્ણય બેંકિંગ સિસ્ટમની સુરક્ષા વધારવા અને સાયબર ફ્રોડ જેવા જોખમોને રોકવા માટે લેવાયો છે. ખાતું ચાલુ રાખવા માટે ગ્રાહકોએ તાત્કાલિક જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.