ડભોઇમાં ડુંગળીના ભાવ આસમાને
ડભોઇમાં ડુંગળીના ભાવ આસમાને
Published on: 01st September, 2026

ડભોઇમાં સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે ડુંગળીના ભાવમાં અચાનક તોતિંગ વધારો થતાં સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ હાલમાં પ્રતિ કિલો ₹70થી ₹80 સુધી પહોંચી ગયા છે, જે થોડા સમય પહેલાં ₹20-30 હતા. આ ભાવ વધારાને કારણે રસોડાનું બજેટ ખોરવાયું છે. રોજિંદા આહારમાં ડુંગળી અનિવાર્ય હોવાથી ગૃહિણીઓ માટે ખરીદી કરવી મુશ્કેલ બની છે. સ્થાનિક વેપારીઓના મતે, પાછળથી આવકમાં ઘટાડો થવાને કારણે આ ભાવ ઉછાળો જોવા મળી રહ્યો છે.