સાંતલપુરના વૌવામાં હિંસક પ્રાણીનો આતંક
સાંતલપુરના વૌવામાં હિંસક પ્રાણીનો આતંક
Published on: 01st September, 2026

પાટણના સાંતલપુર તાલુકાના વૌવા ગામમાં છેલ્લા ત્રણ દિવસથી એક અજ્ઞાત હિંસક પ્રાણીના આતંકથી ગ્રામજનો ભયભીત છે. આ પ્રાણીએ 20થી વધુ લોકો અને 10થી વધુ પશુઓ પર હુમલો કર્યો છે, જેમાં બે પશુઓના મોત થયા છે. સુરક્ષા માટે ગામના 200થી વધુ લોકો રાત્રે બંદૂક, ધારીયા, લાકડી-ધોકા સાથે પહેરેદારી કરી રહ્યા છે. વન વિભાગ દ્વારા રાત્રે સર્ચ ઓપરેશન અને દિવસે ડ્રોન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. સ્થાનિકો સીમ અને વાડી વિસ્તારમાં જવાનું ટાળી રહ્યા છે.