ગુજરાતમાં ખતરનાક સાપનું ઝેર: એન્ટી-વેનમ માટે નવું સંશોધન કેન્દ્ર બનશે
ગુજરાતમાં ખતરનાક સાપનું ઝેર: એન્ટી-વેનમ માટે નવું સંશોધન કેન્દ્ર બનશે
Published on: 01st September, 2026

વલસાડના ધરમપુર સાપ ઉછેર કેન્દ્રમાં 471 અતિઝેરી સાપોમાંથી 68.57 ગ્રામ ઝેર કઢાયું છે. આ ઝેર તેલંગાણાની ફાર્માસ્યુટિકલ કંપનીને આપવામાં આવ્યું છે, જેનો ઉપયોગ ગુજરાતના સ્થાનિક ઝેરના આધારે વધુ અસરકારક એન્ટી-વેનમ વિકસાવવા માટે થશે. વલસાડ જિલ્લામાં 2.25 હેક્ટરમાં વિશાળ સંશોધન કેન્દ્ર બનશે, જેમાં આધુનિક લેબોરેટરી, સર્પગૃહ અને જાગૃતિ કેન્દ્ર હશે. આ પ્રોજેક્ટ સર્પદંશ, ઝેર સંશોધન અને સર્પ સંરક્ષણ માટે મહત્વપૂર્ણ બનશે.