બૈડી ફ્ળિયા, તેજાવાવ, ચાપરગોટા વિસ્તારમાં દીપડાના ભય બાદ રાહત,
બૈડી ફ્ળિયા, તેજાવાવ, ચાપરગોટા વિસ્તારમાં દીપડાના ભય બાદ રાહત,
Published on: 01st September, 2026

બોડેલી તાલુકાના ચાપરગોટા પંથકમાં છેલ્લા પખવાડિયામાં ત્રણ દીપડા પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે. જબુગામ નજીકના બૈડી ફ્ળિયા, તેજાવાવ, ચાપરગોટા સહિતના વિસ્તારોમાં ચાર દીપડાના વીડિયો સામે આવ્યા બાદ વનવિભાગે તાત્કાલિક પાંજરા ગોઠવ્યા હતા. આ કાર્યવાહીમાં માત્ર 15 દિવસમાં ત્રણ દીપડા ઝડપાયા છે. જોકે, એક દીપડો હજુ પણ ફરતો હોવાની આશંકા છે, જેની શોધખોળ માટે વનવિભાગે વધુ એક પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરી છે. લોકોને દીપડો દેખાય તો તાત્કાલિક જાણ કરવા અપીલ કરાઈ છે.