હોર્મુઝની કટોકટી ટળી તો હવે પેટ્રોલ-ડીઝલના ભાવ ક્યારે ઓછા થશે?
હોર્મુઝની કટોકટી ટળી તો હવે પેટ્રોલ-ડીઝલના ભાવ ક્યારે ઓછા થશે?
Published on: 02nd July, 2026

અમેરિકા-ઈરાન વચ્ચે સમજૂતી બાદ હોર્મુઝ સંકટ ટળતાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા છે, પરંતુ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ સ્પષ્ટ કર્યું કે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તાત્કાલિક ઘટાડો નહીં થાય. તેમણે જણાવ્યું કે હાલ કંપનીઓ અગાઉ ઊંચા ભાવે ખરીદાયેલા ક્રૂડનો ઉપયોગ કરી રહી છે. જો આગામી 2-3 મહિના સુધી ક્રૂડના ભાવ નીચા રહેશે તો ભાવ ઘટાડા અંગે વિચારાશે. તેમણે દાવો કર્યો કે વૈશ્વિક સરખામણીએ ભારતમાં ઈંધણના ભાવમાં વધારો ઘણો ઓછો રહ્યો છે.