સેન્સેક્સ 508 પોઈન્ટ ઘટી 74267 પર બંધ, ફંડોની ભારે વેચવાલી
સેન્સેક્સ 508 પોઈન્ટ ઘટી 74267 પર બંધ, ફંડોની ભારે વેચવાલી
Published on: 02nd June, 2026

ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધના અંતની સમજૂતી અધ્ધરતાલ અને ચોમાસાની નબળી આગાહીને કારણે ફંડોએ FMCG, ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં મોટી વેચવાલી કરી. ગત સપ્તાહે શુક્રવારે પણ મોટું સેલિંગ થયું હતું. યુદ્ધને લઈ અનિશ્ચિતતા યથાવત રહેતાં અને વિશ્વબજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા વધારાને પગલે બ્રેન્ટ ક્રૂડ 95.66 ડોલર અને ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રૂડ 92 ડોલરની આસપાસ પહોંચ્યું.