ચાંદી ₹7000, સોનું ₹2500 સસ્તું
ચાંદી ₹7000, સોનું ₹2500 સસ્તું
Published on: 25th September, 2026

કરવા ચોથ, ધનતેરસ અને દિવાળી જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે સોના અને ચાંદીના ભાવમાં સતત ૪ દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારથી ગુરુવાર સુધીમાં ચાંદીના ભાવમાં આશરે ₹7000 અને સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ આશરે ₹2500 નો ઘટાડો થયો છે. IBJA મુજબ, ૨૪ કેરેટ સોનું ₹1231 ઘટીને ₹1.51 લાખ પ્રતિ 10 ગ્રામ અને ૧ કિલો ચાંદી ₹4518 ઘટીને ₹2.28 લાખ થયું. હેજ ફંડ મેનેજર રાફેલ લેમ મુજબ, આ ઘટાડો અસ્થાયી (Temporary) છે અને લાંબા ગાળે તેજીના સંકેત છે, કારણ કે અમેરિકી દેવું, બજારોની સ્થિતિ અને સેન્ટ્રલ બેંકોની ખરીદી યથાવત છે.