ટ્રમ્પનો કેનેડા પર મોટો પ્રહાર: 50% ટેરિફ અને 100 વર્ષ જૂનો કાયદો લાગુ!
ટ્રમ્પનો કેનેડા પર મોટો પ્રહાર: 50% ટેરિફ અને 100 વર્ષ જૂનો કાયદો લાગુ!
Published on: 21st July, 2026

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી આયાત થતી વસ્તુઓ પર 50% સુધીનો ટેરિફ ઝીંકવાની જાહેરાત કરી છે, જેનાથી વૈશ્વિક ટ્રેડ વૉરમાં નવો તણાવ સર્જાયો છે. અમેરિકાનો આરોપ છે કે કેનેડા અમેરિકન કાર, દારૂ અને ડેરી પ્રોડક્ટ્સ સાથે ભેદભાવ કરી રહ્યું છે. આ નવો ટેક્સ 19 ઓગસ્ટથી અમલી બનશે. ટ્રમ્પે 'ટેરિફ એક્ટ 1930' નો ઉપયોગ કર્યો છે, જે ભેદભાવ કરતા દેશો સામે આકરા ટેરિફ લાદવાની સત્તા આપે છે. આ કાયદાનો લગભગ એક સદીમાં પહેલીવાર ઉપયોગ થયો છે.