વડોદરા રેલવે ડિવિઝનના માલ લોડિંગમાં 4.6% વૃદ્ધિ
વડોદરા રેલવે ડિવિઝનના માલ લોડિંગમાં 4.6% વૃદ્ધિ
Published on: 21st July, 2026

વડોદરા પશ્ચિમ રેલવે ડિવિઝને ચાલુ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં માલ પરિવહન ક્ષેત્રે 4.6% વૃદ્ધિ હાંસલ કરી છે. એપ્રિલથી જૂન 2026 દરમિયાન કુલ 3.39 મિલિયન ટન માલનું લોડિંગ થયું છે. પેટ્રોલિયમ, તેલ પદાર્થો, કોલસો, ખાતર અને કન્ટેનરના લોડિંગમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. 17 જુલાઈ, 2026ના રોજ ગોઠાણ ગામ સ્થિત ગતિ શક્તિ ટર્મિનલ પરથી એમિરેટ્સ ટર્મિનલ્સ પ્રાઇવેટ લિમિટેડ માટે 46 માલવેગનોની નવા ગંતવ્ય માટે પ્રથમ રેલ રવાના થઈ. આ રેલ હોટ રોલ્ડ સ્ટીલ કોઈલનું પરિવહન કરશે અને રેલવેને અંદાજે રૂ. 28 લાખનું માલભાડું મળવાની અપેક્ષા છે.