68 કરોડની વેજીટેબલ માર્કેટમાં ફેરિયાઓને ફોર્સફુલી બેસાડવા સ્ટેન્ડિંગ કમિટીની સૂચના
68 કરોડની વેજીટેબલ માર્કેટમાં ફેરિયાઓને ફોર્સફુલી બેસાડવા સ્ટેન્ડિંગ કમિટીની સૂચના
Published on: 10th September, 2026

અમદાવાદમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલી વેજીટેબલ માર્કેટમાં ફેરિયાઓને બેસાડવાની AMCની કવાયત હવે કડક બનશે. 68 કરોડથી વધુ ખર્ચ છતાં અનેક માર્કેટમાં થડા ખાલી છે, જ્યારે ફેરિયાઓ રસ્તા-ફૂટપાથ પર ધંધો કરી રહ્યા છે. 'ગુજરાત સમાચાર'ના અહેવાલ બાદ સ્ટેન્ડિંગ કમિટીએ એસ્ટેટ વિભાગને સૂચના આપી છે કે, ડ્રો દ્વારા ફાળવાયેલી જગ્યાએ જ વેપારીઓને ધંધો કરવા મજબૂર કરાય. ટ્રાફિક ઘટાડવા અને નાગરિકોની સુવિધા માટે બનાવેલી માર્કેટનો ઉપયોગ સુનિશ્ચિત કરાશે. ગેરકાયદે દબાણ સામે પણ કાર્યવાહી થશે.