મ્યુનિ.તંત્ર દોડતુ થયું:વટવામાં ઉભરાતી ગટરની સમસ્યા અંતે ઉકેલાઇ ગઇ
મ્યુનિ.તંત્ર દોડતુ થયું:વટવામાં ઉભરાતી ગટરની સમસ્યા અંતે ઉકેલાઇ ગઇ
Published on: 06th June, 2026

શહેરના વટવા બીબી તળાવ પાસે બે સપ્તાહ કરતા વધુ સમયથી ગટર ઉભરાતી હોવાની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. જેના પગલે બીબી તળાવથી ઈસનપુર અને વટવા ગામ તરફ જતા વ્યસ્ત રોડ પર ગટરના ગંદા પાણી ભરાયેલા હતા. જેના કારણે આસપાસના વિસ્તારમાં દૂર્ગંધ મારતી હતી. આ અંગે તાજેતરમાં ભાસ્કરમાં અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેના પગલે મ્યુનિ.તંત્ર દોડતુ થયું અને આ ઉભરાતી ગટરની કામગીરી શરૂ કરાવી હતી. અંતે કામગીરી પૂર્ણ થતાં રહીશોએ રાહત અનુભવી છે.