જામનગરના જોગવડમાં 23.85 ગ્રામ હેરોઈન સાથે પંજાબના 3 શખ્સો ઝડપાયા
જામનગરના જોગવડમાં 23.85 ગ્રામ હેરોઈન સાથે પંજાબના 3 શખ્સો ઝડપાયા
Published on: 11th September, 2026

જામનગર પોલીસ દ્વારા નશીલા પદાર્થો સામે ચાલી રહેલી ઝુંબેશના ભાગરૂપે, મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનની ટીમે જોગવડ ગામમાં દરોડો પાડ્યો. આ દરોડા દરમિયાન, પોલીસને 23.85 ગ્રામ હેરોઈન, મોફીન અને કોડેનનો જથ્થો મળ્યો, જેની કિંમત આશરે રૂ. 4,77,000 છે. આ જથ્થા સાથે પંજાબના ત્રણ શખ્સો, જશવંતસિંઘ, જગમીતસિંઘ અને થોમસ મસીહને ઝડપી લેવાયા. તેમની પાસેથી કુલ રૂ. 4,94,400 નો મુદ્દામાલ કબજે કરાયો. માદક પદાર્થનો સપ્લાયર, જગરૂપનસિંઘ, હાલ ફરાર છે અને પોલીસ તેને શોધી રહી છે.