બોટાદમાં મજાકમાં ગાળો બોલવાની ના પાડતાં યુવક પર છરી વડે જીવલેણ હુમલો
બોટાદમાં મજાકમાં ગાળો બોલવાની ના પાડતાં યુવક પર છરી વડે જીવલેણ હુમલો
Published on: 26th September, 2026

બોટાદ શહેરમાં તાજપર રોડ પર રેલ્વે ગરનાળા પાસે મિત્રો સાથે બેઠેલા ૨૬ વર્ષીય ધવલસિંહ મોરી પર અશરફ માંકડે છરી વડે જીવલેણ હુમલો કર્યો. ગાળો બોલવાની ના પાડતાં ગુસ્સે ભરાયેલા અશરફે ધવલસિંહના ગળા પર છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ધવલસિંહ નમી જતાં છરી તેના ગાલ અને દાઢી પર વાગતાં તે ગંભીર રીતે લોહીલુહાણ થયો હતો. પોલીસે અશરફ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.