સુરેન્દ્રનગર SOG એ રતનપર બાયપાસ પાસેથી 28 ગેરકાયદે કોમર્શિયલ ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
સુરેન્દ્રનગર SOG એ રતનપર બાયપાસ પાસેથી 28 ગેરકાયદે કોમર્શિયલ ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
Published on: 28th June, 2026

સુરેન્દ્રનગર SOG સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે પેટ્રોલિંગ દરમિયાન રતનપર બાયપાસ રોડ પરથી આધાર-પુરાવા વગર મોટા જથ્થામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. અશોકભાઇ ભરવાડ પાસે પાસ-પરમિટ કે કોઈ આધાર-પુરાવા ન હતા. લાયસન્સ વગર જોખમી રીતે આ જથ્થો સંગ્રહ કરી શંકાસ્પદ હાલતમાં રાખ્યો હોવાનું ખુલ્યું હતું. પોલીસે 28 કોમર્શિયલ ગેસ સિલિન્ડર જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.