નવસારીના અમલસાડ રેલવે સ્ટેશન સામે પાણી લિકેજ
નવસારીના અમલસાડ રેલવે સ્ટેશન સામે પાણી લિકેજ
Published on: 28th June, 2026

અમલસાડ રેલવે સ્ટેશન તરફ જતા મુખ્ય માર્ગ પર પાણીની પાઇપલાઇનમાં છેલ્લા પાંચ-છ દિવસથી લીકેજ છે. રિપેરિંગ માટે કરાયેલું ખોદકામ અધૂરું છોડતાં વાહનવ્યવહાર માટે મોટો ખાડો અને કાદવ-કીચડનો સામ્રાજ્ય સર્જાયું છે. દરરોજ નોકરિયાત, વિદ્યાર્થીઓ, મહિલાઓ અને વડીલો જેવી મોટી સંખ્યામાં લોકો આ માર્ગનો ઉપયોગ કરે છે. ખોદેલા ખાડા અને પાણીના ભરાવાને કારણે પાર્કિંગ અને મુસાફરી જોખમી બની છે, જેમાં અનેકવાર લોકો લપસીને પડી રહ્યા છે. સ્થાનિકોની રજૂઆતો છતાં તંત્રની બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે. જો સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.