પાલનપુર-અમદાવાદ હાઈવે પર પાણી પુરવઠા વિભાગની મોટી બેદરકારી
પાલનપુર-અમદાવાદ હાઈવે પર પાણી પુરવઠા વિભાગની મોટી બેદરકારી
Published on: 28th June, 2026

પાલનપુર-અમદાવાદ હાઈવે પર પાણી પુરવઠા વિભાગની મુખ્ય સપ્લાય લાઇનમાંથી છેલ્લા ઘણા મહિનાઓથી 24 કલાક પીવાનું પાણી સતત વેડફાઈ રહ્યું છે. હાઈવે રોડની બરાબર નીચે થયેલા લીકેજ અને તેની નીચે વહેતા ગંદા પાણીના નાળાને કારણે કોઈ અધિકારીએ આ બાબતે ધ્યાન આપ્યું નથી. સ્થાનિક ચાની લારી ચલાવતા લોકોના જણાવ્યા અનુસાર, પાણીનું પ્રેશર વધુ હોવાથી પાઈપમાં કાણું પડીને પાણી સતત બહાર ફેંકાઈ રહ્યું છે. આ અંગે પાણી પુરવઠા શાખાના સુત્રોએ સોમવારે રિપેર કરવાની ખાતરી આપી છે.