નિરમા યુનિવર્સિટીમાં અશ્લીલ હરકત
નિરમા યુનિવર્સિટીમાં અશ્લીલ હરકત
Published on: 01st October, 2026

અમદાવાદ સ્થિત નિરમા યુનિવર્સિટીના કેમ્પસમાં સુરક્ષા અને વિદ્યાર્થિનીઓની સલામતી મુદ્દે ભારે હોબાળો થયો છે. ગર્લ્સ હોસ્ટેલ સામે અજાણ્યા શખસની અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ થયા બાદ, વિદ્યાર્થીઓએ કાળા કપડા પહેરીને 'બ્લેક ડે' મનાવી વિરોધ નોંધાવ્યો. યુનિવર્સિટી તંત્રને પુરાવા આપ્યા છતાં કાર્યવાહી ન થતાં વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો હતો. સુરક્ષા અધિકારીએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો દાખલ કર્યો છે અને નિર્માણાધીન બિલ્ડિંગના મજૂરોની પૂછપરછ શરૂ કરી છે.