અમદાવાદ શહેરકોટડામાં પોલીસની નજર હેઠળ વિદેશી દારૂનું કટિંગ ઝડપાયું
અમદાવાદ શહેરકોટડામાં પોલીસની નજર હેઠળ વિદેશી દારૂનું કટિંગ ઝડપાયું
Published on: 02nd August, 2026

અમદાવાદ શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીસીબી દ્વારા બાતમીના આધારે દારૂના કટિંગ અને વેપારનો પર્દાફાશ કરાયો. લક્ઝરી બસ અને ટેમ્પા દ્વારા દારૂની હેરાફેરી થઈ રહી હતી. પોલીસે દરોડો પાડી વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લીધા, જ્યારે ચાર શખસો ફરાર થયા. પોલીસે વાહનો અને દારૂ સહિત કુલ 26.91 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. ઝડપાયેલાઓમાં મોહસીન શેખ અને મકતુરામ વણઝારાનો સમાવેશ થાય છે, જ્યારે રાજસ્થાનના બુટલેગર સહિત ચાર ફરાર છે.