ઓઢવ ફેક્ટરી આગ: માલિક પિતા-પુત્ર સામે ગુનો, FSL તપાસમાં બેદરકારી બહાર આવી
ઓઢવ ફેક્ટરી આગ: માલિક પિતા-પુત્ર સામે ગુનો, FSL તપાસમાં બેદરકારી બહાર આવી
Published on: 16th June, 2026

Odhav Plastic Factory Fire Accident: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં 4 દિવસ પહેલા એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી, જેમાં એક કર્મચારીનું મોત થયું હતું. ઓઢવ પોલીસે કંપનીના માલિક પિતા-પુત્ર સામે ગુનાહિત બેદરકારીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. FSL તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે કંપનીમાં ફાયર સેફ્ટીના સાધનો નહોતા અને ઈમરજન્સી એક્ઝિટ જેવી કોઈ વ્યવસ્થા નહોતી. આ કારણે કર્મચારી આગની લપેટમાં આવી ગયો અને તેનું કરુણ મૃત્યુ થયું. 'અંબિકા પ્લાસ્ટિક' કંપની સામે આ ફરિયાદ નોંધાઈ છે.