અમરેલીના ધારીના બોરડી ગામે કમોસમી વરસાદ અને વીજળી પડતાં 32 વર્ષીય યુવકનું દુ:ખદ મોત.
અમરેલીના ધારીના બોરડી ગામે કમોસમી વરસાદ અને વીજળી પડતાં 32 વર્ષીય યુવકનું દુ:ખદ મોત.
Published on: 01st October, 2026

અમરેલી જિલ્લાના ધારી ગીર પંથકમાં અચાનક વાતાવરણ પલટાતાં કમોસમી વરસાદ અને વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. આ દરમિયાન, ધારીના બોરડી ગામે ખેતરમાં મગફળીનું ઓપનર (થ્રેશર) ચલાવી રહેલા 32 વર્ષીય યુવક આશી કુંજડિયા પર વીજળી પડતાં ગંભીર રીતે દાઝી ગયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું. આ ઘટનાથી ગામમાં શોક છવાયો છે.