અમદાવાદમાં સ્કૂલ, કોર્ટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી
અમદાવાદમાં સ્કૂલ, કોર્ટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી
Published on: 07th October, 2026

અમદાવાદમાં વધુ એકવાર બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતાં ખળભળાટ મચી ગયો છે. આ વખતે 10 જેટલી શાળાઓ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને ગાયક દિલજીત દોસાંઝના કાર્યક્રમમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી છે. ખાસ કરીને ઝાયડસ, બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, SGVP, સંત કબીર અને એશિયા સ્કૂલ જેવી શાળાઓ, ગુજરાત હાઈકોર્ટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને દિલજીત દોસાંઝના કોન્સર્ટને નિશાન બનાવવાની ધમકી 'ખાલિસ્તાન નેશનલ આર્મી - બબ્બર ખાલસા'ના નામે મળી છે. આ ધમકી બાદ શાળાઓમાં સુરક્ષા વધારવામાં આવી છે અને વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવાયા છે.