અમદાવાદમાં વેપારી સાથે ગરીબ દીકરીઓને દાનના નામે 1 કરોડની ઠગાઈ
અમદાવાદમાં વેપારી સાથે ગરીબ દીકરીઓને દાનના નામે 1 કરોડની ઠગાઈ
Published on: 01st October, 2026

અમદાવાદના રાણીપ વિસ્તારમાં જ્વેલર્સના વેપારી સાથે ગરીબ દીકરીઓને સોના-ચાંદીના દાગીના દાનમાં આપવાના નામે 2.86 કરોડના દાગીના ખરીદી 1.79 કરોડની છેતરપિંડી આચરવામાં આવી. અમરાઈવાડીના જયેશ રાઠોડે સામાજિક સંસ્થાના નામે વેપારીનો વિશ્વાસ જીતી શરૂઆતમાં ચૂકવણી કરી, પરંતુ બાકી રકમ ન ચૂકવતાં વેપારી જયેશ શાહે ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા (EOW)માં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસ શરૂ કરી છે.