સિમેન્ટ આર્ટીકલ કંપનીના ભાગીદાર પાસેથી શેરબજાર રોકાણના નામે લાખો પડાવતી ટોળકી સામે ફરિયાદ
સિમેન્ટ આર્ટીકલ કંપનીના ભાગીદાર પાસેથી શેરબજાર રોકાણના નામે લાખો પડાવતી ટોળકી સામે ફરિયાદ
Published on: 11th September, 2026

વડોદરાના એક સિમેન્ટ આર્ટીકલ કંપનીના ભાગીદાર મિહિરકુમાર વડાલીયાએ સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવી છે. તેમને ફેસબુક પર ડો.અમન ચુગ નામના વ્યક્તિનો મેસેજ આવ્યો અને એક વોટ્સએપ ગ્રૂપ '6 Steady Steps Forward' માં જોડાયા. ગ્રુપ મેનેજર રીતિકા આનંદ અને 'VentSecPro' ટીમે શેરબજારમાં ઊંચા નફાનું પ્રલોભન આપ્યું. મિહિરકુમારે 'VentSecPro' એપમાં રૂ.17.75 લાખનું રોકાણ કર્યું, પરંતુ જ્યારે નફાની રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે પૈસા રોકી દેવાયા અને વધુ કમિશન માંગવામાં આવ્યું.