ગેસ સિલિન્ડર ચોરી: શાતિર ગઠિયા ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો, ભાવ વધારાનો ઉઠાવતો હતો ફાયદો.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગેસ સિલિન્ડર ચોરતા રીઢા ગુનેગાર અનિલ મહિડાને ઝડપી પાડ્યો. મોંઘવારીનો ફાયદો ઉઠાવી, તે ચોરીની મોપેડનો ઉપયોગ કરી રહેણાંક વિસ્તારોમાંથી સિલિન્ડર ચોરી કરતો હતો. આ સિલિન્ડરો તે સ્થાનિક હોટેલો અને લારીવાળાઓને સસ્તા ભાવે વેચી દેતો હતો. પોલીસે તેની પાસેથી ૨ ચોરેલી મોપેડ અને ૫ ગેસ સિલિન્ડર કબજે કરી ૭ ગુનાઓનો ભેદ ઉકેલ્યો.
ગેસ સિલિન્ડર ચોરી: શાતિર ગઠિયા ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો, ભાવ વધારાનો ઉઠાવતો હતો ફાયદો.
પિતાએ જ પુત્રીને પીંખી: સગીરાએ બાપ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ.
વિજાપુરમાં સાવકા પિતાએ સગીરાને બળાત્કારનો શિકાર બનાવી. માતા વેપાર કરવા જતી ત્યારે એકલતાનો લાભ ઉઠાવી, ધમકી આપી, વર્ષ 2022થી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો. સગીરાએ હિંમત ભેગી કરી ફરિયાદ નોંધાવી. પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.
પિતાએ જ પુત્રીને પીંખી: સગીરાએ બાપ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ.
સુરત: 21 ગુનાના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે પાનના ગલ્લા પર લૂંટ કેસમાં દબોચ્યો.
સુરત ક્રાઇમ બ્રાન્ચે 21 ગુનાહિત ઇતિહાસ ધરાવતા રીઢા ગુનેગાર સુબોધ રામાણીને સચિન વિસ્તારમાં પાનના ગલ્લા પર લૂંટના કેસમાં ઝડપી પાડ્યો છે. આરોપીએ મફતમાં માવો ખાઈ પૈસા માંગતા વેપારીને માર મારી 7-8 હજારની લૂંટ ચલાવી હતી. તેની સામે હત્યાનો પ્રયાસ, લૂંટ, ચોરી સહિત કુલ 21 ગુના નોંધાયેલા છે અને 3 વખત પાસા હેઠળ કાર્યવાહી થઈ ચૂકી છે.
સુરત: 21 ગુનાના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે પાનના ગલ્લા પર લૂંટ કેસમાં દબોચ્યો.
રાજકોટમાં દેશી દારૂ પીધા બાદ બે યુવાનોના શંકાસ્પદ મોત.
રાજકોટના સામા કાંઠાની ભગીરથ સોસાયટીમાં દેશી દારૂ પીધા બાદ મનસુખ ડાભી અને અલ્પેશ સાબરિયા નામના બે મિત્રોના શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યા છે. પોલીસને દારૂમાં કેમિકલ ભેળસેળની શંકા છે. Forensic PM બાદ સચોટ કારણ જાણી શકાશે. આ ઘટનાથી દેશી દારૂના દૂષણ સામે જનઆક્રોશ ફાટી નીકળ્યો છે.
રાજકોટમાં દેશી દારૂ પીધા બાદ બે યુવાનોના શંકાસ્પદ મોત.
ટ્રેનમાં બંધ પેટીમાંથી મહિલાના ટુકડે-ટુકડાં મૃતદેહ મળ્યો.
મેક્સિકોમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત.
મેક્સિકોના પુએબ્લા રાજ્યના તેહુઇટ્ઝિંગો શહેરમાં અજાણ્યા હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કરીને 10 લોકોનો જીવ લીધો. આ ઘટનામાં 6 પુરુષો, 3 મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે. ફેડરલ અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે, પરંતુ હુમલાખોર કે તેના હેતુ વિશે કોઈ સ્પષ્ટ માહિતી નથી. આ પુએબ્લા રાજ્યમાં હિંસાની પ્રથમ ઘટના નથી, અગાઉ પણ આવા હુમલાઓ થયા છે.
મેક્સિકોમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત.
સુરતમાં બેંક લૂંટનો આરોપી ઝડપાયો, રૂમાલ બતાવી કર્યું હતું કૃત્ય.
સચિન GIDC માંથી મોબાઇલ ચોર ઝડપાયો, પોલીસે વણઉકેલાયેલા ગુનાઓ ઉકેલ્યા.
સુરત પોલીસે સચિન GIDC વિસ્તારમાંથી મોબાઇલ ચોરનાર જમીલ તૈલી નામના રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી ૩ મોંઘા મોબાઇલ અને ચોરીમાં વપરાયેલી મોટરસાયકલ કબજે કરી, જેની કિંમત ૯૭,૦૦૦ રૂપિયા છે. આરોપી અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. પોલીસે ગુનાનો ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરી છે.
સચિન GIDC માંથી મોબાઇલ ચોર ઝડપાયો, પોલીસે વણઉકેલાયેલા ગુનાઓ ઉકેલ્યા.
દીવમાં કાર અકસ્માત: પિતા-પુત્રના મોત, માતા ઘાયલ
કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં રાત્રિના સમયે નાગવા રોડ પર બે કાર સામસામે અથડાતા મધ્યપ્રદેશના પિતા (ઉંમર 50) અને પુત્ર (ઉંમર 16)ના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકના પત્ની અને ભત્રીજા ઘાયલ થતાં સારવાર માટે ખસેડાયા છે. પરિવાર જૂનાગઢથી દીવ ફરવા આવ્યો હતો. સુરતના કાર ચાલક સહિત ત્રણ ઝડપાયા, ત્રણ નાસી છૂટ્યા.
દીવમાં કાર અકસ્માત: પિતા-પુત્રના મોત, માતા ઘાયલ
બિહાર: સાસારામ-પટણા ટ્રેનમાં આગ, જાનહાનિ નહીં
વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે પર સ્પીડ લિમિટ, ઓવર સ્પીડિંગ પર ₹1500 દંડ.
વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતોને રોકવા, NHAI અને RTO દ્વારા વ્હીકલ સ્પીડ ડિટેક્શન સિસ્ટમ લગાવવામાં આવી છે. 120 kmph થી વધુ ઝડપે વાહન ચલાવનાર કાર ચાલકોને ₹1500નો દંડ ઓનલાઈન મોકલવામાં આવશે. કાર માટે 120, બસ/ટ્રક માટે 100, અને મોટા વાહનો માટે 80 kmph ની સ્પીડ લિમિટ નક્કી કરાઈ છે.
વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે પર સ્પીડ લિમિટ, ઓવર સ્પીડિંગ પર ₹1500 દંડ.
છોટાઉદેપુર: ગુરુકૃપા સોસા.માં આખલાએ મચાવ્યું આતંક, બે મહિલા ઘાયલ.
છોટાઉદેપુરના ગુરુકૃપા સોસાયટીમાં એક હડકાયા આખલાએ ભારે આતંક મચાવ્યો હતો. આ આખલાએ બે મહિલાઓને ઇજા પહોંચાડી હતી, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. રેસ્ક્યૂ ટીમને બોલાવી આખલાને પકડવાની કામગીરી હાથ ધરાઈ હતી. આગેવાનો દ્વારા આવા પશુઓને રસી આપવાની પણ કામગીરી કરાશે.
છોટાઉદેપુર: ગુરુકૃપા સોસા.માં આખલાએ મચાવ્યું આતંક, બે મહિલા ઘાયલ.
પાણીની બોટલો ભરેલું કન્ટેનર હાઇવેની સાઈડમાં ખાબકયું, મોટી જાનહાનિ ટળી.
નાંદોદ તાલુકાની વિશાલ ખાડી જંગલ ખાતાના પ્રવેશ દ્વાર પાસે પાણીની બોટલો ભરેલું કન્ટેનર હાઇવે રોડની સાઈડમાં ખાબકયું હતું. ડ્રાઈવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા આ ઘટના બની હતી. ડ્રાઈવર અને કિલનરનો આબાદ બચાવ થયો હતો. મોટી જાનહાનિ ટળી હતી. કન્ટેનરને નુકસાન થયું હતું અને ટ્રાફિકજામ થયો હતો.
પાણીની બોટલો ભરેલું કન્ટેનર હાઇવેની સાઈડમાં ખાબકયું, મોટી જાનહાનિ ટળી.
શુક્લતીર્થમાં JCB બકેટથી યુવકની હત્યા, અકસ્માત કે કાવતરું?
ભરૂચ નજીક શુક્લતીર્થ ગામમાં નદી વિસ્તારમાં JCBના બકેટથી ગળું દબાવી એક યુવકની હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મૃતદેહ મળતાં લોકો અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગળા પાસે JCBનું બકેટ મળતાં આ બનાવ અકસ્માત છે કે ઇરાદાપૂર્વકની હત્યા તે અંગે તર્કવિતર્ક ચાલી રહ્યા છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી, યુવકની ઓળખ અને ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
શુક્લતીર્થમાં JCB બકેટથી યુવકની હત્યા, અકસ્માત કે કાવતરું?
ખેડૂતને 8 લાખનો મુદ્દામાલ, પોલીસની ત્વરિત કાર્યવાહીથી રોકડ અને વીંટી પરત.
જામનગર પોલીસે યાદવ નગરના ખેડૂત નારણભાઈ કંડોરીયાના ચોરાયેલા 7.5 લાખ રોકડા અને સોનાની વીંટી ગણતરીની કલાકોમાં શોધી કાઢ્યા. LCB અને સીટી સી ડિવિઝન પોલીસની આધુનિક ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સના ઉપયોગથી આરોપી ઝડપાયો. રાજ્ય સરકારના 'તેરા તુજકો અર્પણ' અભિગમને સાર્થક કરતી આ કાર્યવાહીમાં, SP ડો. રવિ મોહન સૈની અને અન્ય અધિકારીઓએ ખેડૂતને મુદ્દામાલ પરત સોંપ્યો. પોતાની મહેનતની કમાણી સુરક્ષિત મળતા ખેડૂતે પોલીસનો આભાર માન્યો.
ખેડૂતને 8 લાખનો મુદ્દામાલ, પોલીસની ત્વરિત કાર્યવાહીથી રોકડ અને વીંટી પરત.
બુટલેગર સન્ની સહિતની ધરપકડ: શહેરમાં દારૂ લાવતી ગેંગનો સૂત્રધાર ઝબ્બે.
વડોદરા નજીક નેશનલ હાઈવે 48 પર PCB એ સફેદ કારમાંથી 2.67 લાખના દારૂ સાથે લિસ્ટેડ બુટલેગર સન્ની ઉર્ફે બાબલાને ઝડપી પાડ્યો. 7 લાખની મતા સાથે, ગેંગ ડ્રાઇવરો-વાહનો બદલી અને બાઇકથી પાયલોટિંગ કરી દારૂ લાવતી હતી. સન્ની 11 ગુનામાં સંડોવાયેલો હતો અને કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
બુટલેગર સન્ની સહિતની ધરપકડ: શહેરમાં દારૂ લાવતી ગેંગનો સૂત્રધાર ઝબ્બે.
કતલ માટે લઈ જતી 7 ભેંસો અણસોલ ચેકપોસ્ટ પાસેથી બચાવાઈ.
શામળાજીના અણસોલ ચેકપોસ્ટ પાસેથી કતલના ઇરાદે રાજસ્થાન લઈ જવાતી 7 ભેંસો અને 2 પિકઅપ ડાલા સાથે બે આરોપીને એલસીબીએ ઝડપી પાડી મૂંગા પશુઓને બચાવ્યા. એલસીબીએ બાતમીના આધારે ચેકિંગ દરમિયાન આ કાર્યવાહી કરી બંને આરોપીઓ સામે પશુઓ પ્રત્યે ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કતલ માટે લઈ જતી 7 ભેંસો અણસોલ ચેકપોસ્ટ પાસેથી બચાવાઈ.
કેરાળા ગામ: 22 સીસીટીવી કેમેરાથી સજ્જ, સુરક્ષા અને વિકાસમાં અગ્રેસર.
રાણાવાવ તાલુકાનું કેરાળા ગામ, જે શાંતિ અને સમરસતા માટે જાણીતું છે. આ ગામમાં 22 સીસીટીવી કેમેરા લગાવીને સુરક્ષાને વધુ મજબૂત બનાવવામાં આવી છે. મુખ્યત્વે ખેતી અને પશુપાલન આધારિત આ ગામમાં શિક્ષણ, પીવાના પાણી, અને આંગણવાડી જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. કેરેડેશ્વર મહાદેવ અને વાછરડાડાનું પૌરાણિક મંદિર પણ આ ગામની ઓળખ છે.
કેરાળા ગામ: 22 સીસીટીવી કેમેરાથી સજ્જ, સુરક્ષા અને વિકાસમાં અગ્રેસર.
NEET પેપર લીક: 'ગેસ પેપર'ના સવાલો બીજા પ્રશ્નપત્ર સાથે પણ મેચ થયા.
NEET-UG-2026 પેપર લીક કેસમાં નવો ખુલાસો થયો છે કે, માત્ર એક પેપર જ નહીં, પ્રશ્નપત્રનો બીજો રિઝર્વ સેટ પણ લીક થયો હતો. આ રિઝર્વ સેટના પ્રશ્નો પણ 'ગેસ પેપર' (સંભવિત પ્રશ્નપત્ર)ના સવાલો સાથે મોટાભાગે મેળ ખાતા હતા. મુખ્ય આરોપીઓ આસિસ્ટન્ટ પ્રોફેસર પી.વી.કુલકર્ણી અને મનીષા ગુરુનાથ માંધરેએ મળીને આ ગેસ પેપર તૈયાર કર્યું હતું અને તેને અનેક રાજ્યોમાં વેચ્યું હતું.
NEET પેપર લીક: 'ગેસ પેપર'ના સવાલો બીજા પ્રશ્નપત્ર સાથે પણ મેચ થયા.
આરોપીઓથી ભરાઈ ગયું આખુ પોલીસ સ્ટેશન!
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનીજ ખનન અને વહન કરતા માફિયાઓ સામે મોટી કાર્યવાહી. સાયલા, મૂળી અને થાનગઢમાંથી 42 થી વધુ લોકોની અટકાયત. સોશિયલ મીડિયા પર ડિજિટલ નેટવર્ક બનાવી સરકારી અધિકારીઓની રેકી કરતા હોવાનો ઘટસ્ફોટ. 10થી વધુ વોટ્સએપ ગ્રુપ દ્વારા અધિકારીઓની થતી હતી રેકી. તમામ આરોપીઓને SP કચેરી ખસેડાયા, સઘન તપાસ શરૂ.
આરોપીઓથી ભરાઈ ગયું આખુ પોલીસ સ્ટેશન!
અમદાવાદની ખાનગી બસમાં 100 કિલો ચાંદી ઝડપાઈ.
અમદાવાદના ગીતા મંદિર પાસેથી SGST વિભાગે ખાનગી બસમાંથી 100 કિલો ચાંદીનો જથ્થો ઝડપી પાડ્યો. મોટાભાગના જથ્થાના કોઈ બિલ કે દસ્તાવેજો મળ્યા નથી. મળતી માહિતી અનુસાર, સ્ટેટ GSTની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદથી રાજકોટ જતી ખાનગી લક્ઝરી બસમાં ચાંદીની ગેરકાયદે હેરાફેરી થઈ રહી છે. આ બાતમીના આધારે ગીતા મંદિર વિસ્તારમાં વોચ ગોઠવીને એક શંકાસ્પદ શખસને અટકાવવામાં આવ્યો હતો.
અમદાવાદની ખાનગી બસમાં 100 કિલો ચાંદી ઝડપાઈ.
અમદાવાદ એરપોર્ટ પર વિદેશી સિગારેટ જપ્ત.
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગ દ્વારા ગેરકાયદે વિદેશી સિગારેટના મોટા જથ્થાનો પર્દાફાશ થયો છે. બે શંકાસ્પદ પેસેન્જરો પાસેથી 16,600 નંગ વિદેશી સિગારેટ જપ્ત કરાઈ છે. પ્રતિબંધિત માલ જપ્ત કરી બંને મુસાફરોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ બંને આરોપીઓ કેરલમના રહેવાસી છે અને કસ્ટમ્સ ડ્યુટી ચોરીને નફો કમાવવાના હેતુથી આ જથ્થો લવાયો હોવાની આશંકા છે.
અમદાવાદ એરપોર્ટ પર વિદેશી સિગારેટ જપ્ત.
અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી 6 કિલો ગાંજો ઝડપાયો, એકની ધરપકડ.
અમદાવાદ એરપોર્ટ પર એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU)એ બેંગકોકથી આવેલ એક પેસેન્જર પાસેથી 6.540 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ મારફતે ગાંજાની તસ્કરી બદલ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરાઈ છે. છત્તીસગઢના રાયપુરના રહેવાસી આ પેસેન્જર તેની પહેલી જ વિદેશ યાત્રામાં ડ્રગ્સ માફિયાઓ માટે 'ડ્રગ કેરિયર' બન્યો હતો. પોલીસ હવે આ રેકેટના મૂળ સુધી પહોંચવા તપાસ કરી રહી છે.
અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી 6 કિલો ગાંજો ઝડપાયો, એકની ધરપકડ.
રાજકોટ એરપોર્ટ પર ₹10 કરોડની 400 કિલો ચાંદી ઝડપાઈ, IB તપાસ કરશે.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી અંદાજે ₹10 કરોડની કિંમતની 400 કિલો ચાંદી ઝડપાતા ભારે સનસનાટી ફેલાઈ છે. સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)એ બાતમીના આધારે દરોડો પાડી આ બિનહિસાબી જથ્થો કબજે કર્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ ચાંદીનો જથ્થો ઉત્તર પ્રદેશના વારાણસીથી મોકલાયો હતો અને ‘સનરાઈઝ પેઢી’ નામના વેપારી દ્વારા તેની હેરફેર કરવામાં આવી હતી. આ ચાંદી રાજકોટના સામાકાંઠા વિસ્તારના એક જાણીતા વેપારીની હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સ્થાનિક વેપારી વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.
રાજકોટ એરપોર્ટ પર ₹10 કરોડની 400 કિલો ચાંદી ઝડપાઈ, IB તપાસ કરશે.
ડ્રેનેજ વિભાગ સામે 1.35 લાખ ફરિયાદ, તંત્ર નિષ્ફળ.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડ્રેનેજ કામગીરી માટે ફાળવાયેલા નાણાંનો પૂરતો ઉપયોગ ન થતાં શહેરના કોટ વિસ્તાર અને મધ્ય ઝોનના નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. છેલ્લા 16 મહિનામાં ડ્રેનેજ, ગટર અને પાણીની લાઈન સંબંધિત આશરે 1.35 લાખ ઓનલાઈન ફરિયાદો નોંધાઈ છે. વર્ષ 2024-25માં ડ્રેનેજ માટે ₹480 કરોડ ફાળવાયા હતા, પરંતુ તેમાંનો મોટો હિસ્સો ખર્ચાયો નહોતો. મધ્ય ઝોનના છ વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓ માટે લોકો સતત પરેશાન થઈ રહ્યા છે અને તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ડ્રેનેજ વિભાગ સામે 1.35 લાખ ફરિયાદ, તંત્ર નિષ્ફળ.
અનુરાગ કશ્યપ સામે કોર્ટે કેસ નોંધવા કર્યો આદેશ.
અનુરાગ કશ્યપ પર બ્રહ્મસમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ સુરત કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે BNSની કલમ 196, 352, અને 353(2) હેઠળ ગુનો નોંધી કાનૂની પ્રોસેસ ઈસ્યુ કરવાનો હુકમ કર્યો છે. ફિલ્મના વિવાદિત દ્રશ્યો સામે પ્રતિક્રિયા રૂપે આ પોસ્ટ કરાઈ હતી. ફરિયાદીએ ડિજિટલ પુરાવા રજૂ કર્યા બાદ કોર્ટે આદેશ આપ્યો છે.
અનુરાગ કશ્યપ સામે કોર્ટે કેસ નોંધવા કર્યો આદેશ.
ધોરાજીના ફરેણીમાં માટી ચોરી, ₹19.10 લાખનો મુદ્દામાલ સીઝ.
ધોરાજી તાલુકા વહીવટી તંત્રએ ફરેણી ગામમાં મોરમ માટીના ગેરકાયદેસર ખનન અને પરિવહનનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. સરકારી મંજૂરી વિના JCB મશીન વડે ખોદકામ કરતા એક JCB અને ટ્રેક્ટરો સહિત ₹19.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ અંગે ખનિજ વિભાગને પણ રિપોર્ટ કરાયો છે.
ધોરાજીના ફરેણીમાં માટી ચોરી, ₹19.10 લાખનો મુદ્દામાલ સીઝ.
સાયબર માફિયા સામે સુરત પોલીસનો માસ્ટર પ્લાન, નેટવર્ક તોડવા બ્લુપ્રિન્ટ તૈયાર.
સુરત પોલીસ સાયબર છેતરપિંડી રોકવા કમર કસી. ફોરેન કરન્સી, બિટકોઈન, શેરબજારના નામે થતી છેતરપિંડી અટકાવવા આંતરરાજ્ય-આંતરરાષ્ટ્રીય નેટવર્ક તોડવા સાયબર મીટ યોજાઈ. બેંકો અને ટેલિકોમ કંપનીઓના અધિકારીઓની ઉપસ્થિતિમાં એકશન પ્લાન બન્યો. નાગરિક સાથે ફ્રોડ થાય ત્યારે બેંકો એકાઉન્ટ Freeze કરશે, મોબાઈલ કંપનીઓ રિયલ-ટાઇમ ડેટા આપશે.