ડાયમંડ જ્યુબિલી ઇન્સ્ટિટયૂટની બિલ્ડિંગ સુરક્ષા વિના તોડી.
ડાયમંડ જ્યુબિલી ઇન્સ્ટિટયૂટની બિલ્ડિંગ સુરક્ષા વિના તોડી.
Published on: 17th June, 2026

વડોદરાના રાજમહેલરોડ પર આવેલી ડાયમંડ જ્યુબિલી ઇન્સ્ટિટયૂટની જર્જરિત બિલ્ડિંગને સુરક્ષાના સાધનો વિના તોડવામાં આવતા નજીકની સોસાયટીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. અચાનક થયેલા આ ધડાકાથી ભૂકંપ આવ્યો હોય તેમ રહીશો ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. બિલ્ડિંગ તોડવાની કાર્યવાહી દરમિયાન કોઈ સુરક્ષા વ્યવસ્થા ન હોવાથી તેનો કાટમાળ આસપાસના મકાનોમાં પડ્યો, જેના કારણે કેટલાક મકાનોને નુકસાન થયું અને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો.